વસૂલ

“લાઈટ ચાલુ રાખીને ક્યાં જતો રહ્યો? નથી દોડાતું હવે. સાઈઠ થશે હવે થોડા વરસ માં” “હા હવે, તો કોણ કહે છે દોડવાનું… કરી દઉં છું… બસ બે મિનિટ માટે ચાર્જર લેવા ગયો હતો. પણ દરેક સેકન્ડ વસૂલ કરવાની હોય ને આપણે. અને એટલું બધું બિલ ના આવે કઈ લાઈટનું.” “હા … હવે ઘરમાં બધા કમાનારા… Continue reading વસૂલ

અપેક્ષા

રંગ રંગમાં ભળીને રંગ જ રહે ને ભલા, ભલે ને પછી ધમપછાડા તું કેટલાય કર. તું ધોળી એક વાદળી, હું વાદળ જો શ્યામ, ભળી જઈએ જાણે કોઈ દૂધ ને સાકર. જો તું ખીલી કબાટની, ને હું કપડું ટિંગાયેલું, છૂટું પડવામાય તો છે હવે વેતરાવાનો ડર. તું પેલું કોહવાતું લાકડું, ને હું લહરાતો સઢ, રહેશે જો… Continue reading અપેક્ષા

શોધ

વાદલડી જતી રહી છે ને હવે વરસાદ શોધું છું, સંબંધોનો શ્વાસ ઘૂંટીને હવે એમાં સાદ શોધું છું. ઘરે દર રાત જોવાતી હતી એ વાટ શોધું છું, જાણીને કરેલી ભૂલ માટે થતી ફરિયાદ શોધું છું. શૂન્ય થઇ ગયો છું, અગણિત થવા ઘાત શોધું છું, આ દુઃસ્વપ્નથી નીકળી શકું તેવી રાત શોધું છું. જે હ્રદયમાં હોય મારો… Continue reading શોધ

પતંગપ્રેમી પંખી

કાલનો એ દી હતો ને આજે થઈ રાતડીએની સૂરત મારે આંખોમાંથી જાતી નથી. ગ્યો તો હું ગામમાં કંઈ લેવા આ પેટ હારુંકોઈ મિષ્ટાન્ન બી ભૂખ હવે ઠારતી નથી. રૂમઝુમતી કાયા ને પાંખોયે નખરાળી,એથી નિરાળી ઉડવાની કોઈ ભાત નથી. એનો પ્રેમી તો આભ, મારી શું તોલ કરું,દઉં જીવ તોય કિસ્મતનો જ સંગાથ નથી. કાલનો એ દી… Continue reading પતંગપ્રેમી પંખી

આશ્રયની નથી જરૂર

આશ્રયની નથી જરૂર, બસ તારો સાથ માંગું છું,વકી છે રાત હશે અંધારી, બસ થોડો ચાંદ માંગું છું. ડગલે પગલે અનુભવું અટ્ટહાસ્ય સમસ્યાઓ પર,જાણે ખાબોચિયું તરવા હું તુજથી નાવ માંગું છું. વલખતો હતો જે એકાંત માટે હું જિંદગીભર,આપ્યો તેં એટલો, હવે થોડો ઘોંઘાટ માંગું છું. મૂર્ખતા હતી મારી, ભવિષ્યની સમજણ લઈ બેઠો,ઈશ્વર હવે તુજ પર બસ… Continue reading આશ્રયની નથી જરૂર

એપ્રિલ ફૂલ

ભૂલું પડ્યું છે ચકોરપૂછે છે ગામમાં, ચાંદો કોઈએ દીઠો કે?કોણ સમજાવે એને ચાલાકી ડુંગરાની,વાદળમાં છુપાડી સામે ટેકરી ભેગો કીધો છે. ગીધ એ પણ કરી જો સરજિકલ સ્ટ્રાઈક,ઘરમાં નીકળી તો ફક્ત સાપની કાંચળી,મરજીવા માટે છીપલુંય નીકળ્યું છે જાદૂગર,એને ખોલતા ન જડયું એકેય મોતી. સૂરજ પણ ગ્રહણ ના નામે રમે સંતાકૂકડી,કાળા ડીબાંગ વાદળો પણ કરી જાય થપ્પો,કાચિંડો… Continue reading એપ્રિલ ફૂલ

પંખી

સળેકડા તો હજી તેમના તેમ છે પણ,એમાં ખાલીપાનો થયી ગયો છે નિવાસ.ઘરનાં સભ્યો હજી તેમના તેમ છે પણ,જાણે કુટુંબ માં કૈંક તો ખૂટે છે ખાસ. આમ તો ભેંકાર સાવ, વાદળની ગેરહાજરીમાંપણ આભ માળા પર પડ્યું છે તૂટી આજ.હસતાં કિલ્લોલ કરતાં પંખીડાં ‌ખોવાયા છે,ભારે આંખે છે સૂતા છે બધાં આજ. મિષ્ટાન્ન મળે જો‌ કદી, ચાંચમાંથી ઝૂંટવવા… Continue reading પંખી

બિન અરીસે

કાલે ફરી એક અંધારી રાત જોઈ ‘તી, બિન અરીસે પોતાની જાત જોઈ ‘તી. હતી કોઈ દી જે મસ્ત કાબર કલકલતી, કરતા મેં એને કોયલની વાત જોઈ ‘તી. કદાચ સૂકાઇ ગયો છે ચહેરો હવે ખૂબ, વર્ષે વરસતી, શર્માળ ભીની આંખ જોઈ ‘તી. ચુકવું છું જે લેણ સમયનાં ચલણમાં, જિંદગીભર મુદ્દલ ઘટે એની વાટ જોઈ ‘તી. બિન… Continue reading બિન અરીસે

ગુજરાતી ભૂલાતી જાય છે

થોડી વધારે રોકી રાખો, ગુજરાતી ભૂલાતી જાય છે.ગજવામાં બદામ રાખો, ગુજરાતી ભૂલાતી જાય છે. ચમકની લ્હાયમાં અંજાવવું સમજી શકાય છે પણ,પોતીકું સોનું જરાક ઝાંખો, ગુજરાતી ભૂલાતી જાય છે. વિશાળ આ સાગરનું પાણી તો સરકી જાશે,હથેળીની રેતી રાખો, ગુજરાતી ભૂલાતી જાય છે. હા મોત તો નિશ્ર્ચિત છે, બધાનું ય જીવન માં,ગળું નવ રુંધી નાખો, ગુજરાતી ભૂલાતી… Continue reading ગુજરાતી ભૂલાતી જાય છે

જિંદગી : શોપિંગ મોલ

એવી તો ઝાકઝમાળ હતી, વેદનાથી આંખો વહેવા લાગે,અને પ્રવેશતાં જ ભૂલી જવાય, કે શું લેવા આવ્યા છીએ. અને જ્યારે મદહોશ મસ્તીનો નશો ઉતરે,ત્યારે ભાન થાય ,કે આપણે કોઈ ઉદ્દેશ સાથે આવ્યા હોઈશું, કયા? રામ જાણે! થાય જાણ કે, વીતતી પ્રત્યેક પળ સાથે મૂડી ખર્ચાતી જાય છે,ધારી લઈએ, બધા લોકોની જેમ જ, ખરીદી માટે આવ્યા છીએ.… Continue reading જિંદગી : શોપિંગ મોલ